Visva-Bharati University centenary celebrations: ટાગોરના ચિંતન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે વિશ્વભારતી: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કરતા કહ્યું કે વિશ્વભારતી, માતા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વિશ્વભારતી યુનિવર્સિટી (Visva-Bharati University) ના શતાબ્દી સમારોહને સંબોધન કરતા કહ્યું કે વિશ્વભારતી, માતા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે. તેમણે કહ્યું કે ભારત માટે ગુરુદેવે જે સપનું જોયું હતું, તે સપનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે દેશને સતત ઉર્જા આપનારું આ એક પ્રકારે આરાધ્ય સ્થળ છે. વિશ્વભારતીના 100 વર્ષ થવા એ દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. મારા માટે પણ એ સૌભાગ્યની વાત છે કે આજના દિવસે આ તપોભૂમિનું પુણ્ય સ્મરણ કરવાનો અવસર મળ્યો છે.
કોરોનાને માત આપ્યા બાદ આટલા સમય સુધી રહે છે શરીરમાં Antibody, વાયરસ સામે આપે છે રક્ષણ
પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વભારતી માટે ગુરુદેવનું વિઝન આત્મનિર્ભર ભારતનો પણ સાર છે. આત્મનિર્ભર ભારત અભિયાન પણ વિશ્વ કલ્યાણ માટે ભારતના કલ્યાણનો માર્ગ છે. આ અભિયાન, ભારતને સશક્ત બનાવવાનું અભિયાન છે. ભારતની સમૃદ્ધિથી વિશ્વમાં સમૃદ્ધિ લાવવાનું અભિયાન છે.
કોરોનાના રસીકરણ અભિયાનમાં આવી શકે છે મોટી અડચણ, જાણો આ નવા વિવાદ 'Pork Gelatin' વિશે
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે" વિશ્વભારતીના ગ્રામોદયનું કામ તો હંમેશાથી પ્રશંસનીય રહ્યું છે. તમે 2015માં જે યોગ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરી હતી તેની પણ લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. પ્રકૃતિ સાથે મળીને અભ્યાસ અને જીવન બંનેના સાક્ષાત ઉદાહરણ તમારું વિશ્વવિદ્યાલય પરિસર છે. ભારત ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણ માટે વિશ્વમાં ખુબ મોટી ભૂમિકા નીભાવી રહ્યું છે. ભારત સમગ્ર વિશ્વમાં એકમાત્ર મોટો દેશ છે જે પેરિસ અકોર્ડના પર્યાવરણના લક્ષ્યાંકોને પૂરા કરવા માટે યોગ્ય માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે."
Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું
તેમણે કહ્યું કે "જ્યારે આપણે સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં સીધા 19-20મી સદીના વિચારો આવે છે. પરંતુ એ પણ એક તથ્ય છે કે આ આંદોલનોનો પાયો બહુ પહેલા મૂકાઈ ગયો હતો. ભારતની આઝાદીના આંદોલનને સદીઓ પહેલાથી ચલાવવામાં આવેલા અનેક આંદોલનોથી ઉર્જા મળી હતી."
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube